Skip to main content
Settings Settings for Dark

ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદિપ ધનખડ સંસદ ભવનમાં નવનિર્મિત 'પ્રેરણા સ્થળ'નું કરશે ઉદ્ઘાટન

Live TV

X
  • ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદિપ ધનખડ સંસદ ભવનમાં નવનિર્મિત 'પ્રેરણા સ્થળ'નું કરશે ઉદ્ઘાટન

    ઉપ-રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદિપ ધનખડ આજે સાંજે સંસદ ભવનમાં નવનિર્મિત 'પ્રેરણા સ્થળ'નું ઉદ્ઘાટન કરશે. આ અવસરે રાજ્યસભાના ઉપાધ્યક્ષ અને સંસદીય કાર્યમંત્રી પણ હાજર રહેશે. તો રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોને પણ આમંત્રણ અપાયું છે. સંસદ ભવન પરિસરમાં મહાન નેતાઓ અને સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમા સ્થાપિત છે.

    આ મહાન-ભારતીઓએ આપણા દેશના ઈતિહાસ અને સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ મહાનુભાવોની પ્રતિમા સંસદ પરિસરમાં અલગ-અલગ જગ્યા પર સ્થાપિત કરાયેલ હોવાથી મુલાકાતીઓને જોવામાં મુશ્કેલી પડતી હતી. જેથી હવે આ પ્રતિમાઓને સંસદ ભવન પરિસરની અંદર તેના સ્થાન પર સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી "પ્રેરણા સ્થળનું" નિર્માણ કરવામાં આવ્યું છે. જેથી સંસદ ભવન પરિસરમાં આવનાર ગણમાન્ય લોકો આ પ્રતિમાને એક જ સ્થાન "પ્રેરણા સ્થળ" પર જોઈ શકે અને શ્રદ્ધાંજલિ આપી શકે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply