સુબિયા નલ્લામુથુને વી.શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશે
Live TV
-
વાઈલ્ડલાઈફ ફિલ્મ નિર્માતા સુબિયા નલ્લામુથુને વી. શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાશે..આજે શરૂ થતા 18માં મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સુબિયા નલ્લામુથુને વી. શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાશે.
માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી, ડૉ. એલ. મુરુગને વી. શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડની જાહેરાત કરી. વાઈલ્ડલાઈફ ફિલ્મ નિર્માતા સુબિયા નલ્લામુથુ 5 વખત રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રહી ચૂક્યા છે.
ફિલ્મ ફેસ્ટિવલમાં 59 દેશોની 314 ફિલ્મ દર્શાવાશે
મુંબઈ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની 18મી આવૃત્તિ 15થી 21 જૂન દરમિયાન યોજાઈ રહી છે. આ વખતે તેનું આયોજન મુંબઈની સાથે દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને પુણેમાં કરવામાં આવી રહ્યું છે. આ ફેસ્ટિવલમાં 59 દેશોની 314 ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે.ફિલ્મ ફેસ્ટિવલની થીમ 'ઈન્ડિયા ઈન અમૃતકાલ' છે. જાપાન, રશિયા, બેલારુસ, ઈરાન, ઈટાલી, વિયેતનામ અને માલીની કુલ 17 ફિલ્મો પણ ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવશે. તાજેતરમાં યોજાયેલા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ પછી આ એક સારી તક હશે.
