Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી આજે પૂનામાં CFSL હાઈટેક લેબનું કરશે ઉદ્ધાટન

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહનો મહારાષ્ટ્રની યાત્રાનો આજે બીજો દિવસ છે. તેઓ આજે પૂનામાં CFSL હાઈટેક લેબનું ઉદ્ધાટન કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ NDRF નાં જવાનો સાથે પણ મુલાકાત કરશે. તેમજ વૈકુંઠ મહેતા નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટનાં દિક્ષાંત સમારોહમાં પણ ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પૂના નગર નીગમમાં છત્રપતિ શિવાજીની પ્રતિમાનું પણ શિલાન્યાસ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે અહેમદનગરમાં સહકાર પરિષદ સંમેલનને સંબોધીત કર્યું હતું. તેઓએ શિરડી મંદિરમાં દર્શન કર્યા હતા. ઉપરાંત આ યાત્રા દરમિયાન તેમણે પુનેમાં ડૉ. વિઠ્ઠલરાવ પાટિલ સાહિત્ય પુરસ્કાર વિતરણ સમારંભમાં, ભાગ લીધો હતો. અમિત શાહે ડૉ. વિખે પાટીલ મેમોરિયલ હોસ્પિટલનું, ઈ-લોકાર્પણ કર્યું હતું. મુંબઇમાં ભારતીય કંપની સચિવ સંસ્થાન એટલે કે  ICSIના રાષ્ટ્રીય પુરસ્કાર સમારોહમાં પણ સામેલ થયા હતા. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply