Skip to main content
Settings Settings for Dark

DRDO એ આધુનિક બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-પીનું કર્યું સફળ પરીક્ષણ

Live TV

X
  • સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન-DRDO એ આજે પરમાણુ શસ્ત્રોનું વહન કરી શકે તેવા આધુનિક બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ-પી નું સફળ પરીક્ષણ કર્યું. ઓરિસ્સાના તટ પર ડોક્ટર એ. પી.જે. અબ્દુલ કલામ દ્વીપ પરથી આ પરીક્ષણ કરવામાં આવ્યું. અગ્નિ-પી મિસાઇલ દરિયાઈ પરિવહન અને માર્ગદર્શન પ્રણાલી સાથે બે તબક્કા ધરાવતી અતિ આધુનિક બેલિસ્ટિક મિસાઇલ છે. એના બીજા પરિક્ષણથી આ નવી ટેકનોલોજીનો વિશ્વાસપાત્ર દેખાવ સાબિત થયો છે. સંરક્ષણ મંત્રાલયની યાદીમાં જણાવાયા મુજબ અગ્નિ-પી મિસાઇલે ટોચની સચોટતા સાથે મિશનના બધા જ લક્ષ્યાંકો પાર પાડ્યા. સંરક્ષણમંત્રી એ મિસાઇલના સફળ પરિક્ષણ બદલ DRDO ને અભિનંદન આપ્યાં છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા DRDO ના અધ્યક્ષ ડોક્ટર જી. સતીષ રેડ્ડીએ પણ આ પરિક્ષણ પાછળની સમગ્ર ટીમનો વખાણ કર્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply