નવી દિલ્હીમાં મધ્ય એશિયા સંવાદમાં પાંચેય દેશના વિદેશમંત્રી લઈ રહ્યાં છે ભાગ
Live TV
-
નવી દિલ્હીમાં આયોજીત ભારત મધ્ય એશિયા સંવાદનો આજે બીજો દિવસ છે. ત્રીજા વાર્ષિક સંવાદની યજમાની વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર કરી રહ્યા છે. જેમાં મધ્ય એશિયાનાં 5 દેશ તુર્કમેનિસ્તાન, ક્ઝાકિસ્તાન, તાજીકિસ્તાન, કિર્ગીસ્તાન અને ઉજ્બેકિસ્તાનનાં વિદેશમંત્રી ભાગ લઈ રહ્યાં છે. આનો ઉદ્દેશ્ય સદસ્ય દેશોની વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવવા, વેપાર, સંપર્ક અને વિકાસ પર સહયોગને ભાર આપવાની સાથે પરસ્પર હિતનાં ક્ષેત્રીય અને વૈશ્વિક મૂલ્યો અંગે ચર્ચા કરવામાં આવશે. ભારત અને તમામ પાંચ મધ્ય એશિયાઈ દેશો વચ્ચે પાછલા કેટલાંક વર્ષોથી સક્રિય જોડાણ રહ્યું છે. વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું કે ભારત મધ્ય એશિયા વાર્તા તમામ ભાગીદાર દેશોની મિત્રતા, વિશ્વાસ અને પરસ્પર સમજણની ભાવનાનું પ્રતિક છે. વાર્ષિક ભારત મધ્ય એશિયા સંવાદનું આયોજન ભાગીદાર દેશો વચ્ચે મૈત્રી અને વિશ્વાસને વધુ ગાઢ કરવાના પ્રયાસોનો એક ભાગ છે.
