કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશમાં 400 પારના લક્ષ્યાંક માટે પ્રચાર કરશે
Live TV
-
ભાજપે પોતાના એક્સ હેન્ડલ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આજના ચૂંટણી પ્રવાસનો કાર્યક્રમ શેર કર્યો
ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરશે. ભાજપે પોતાના એક્સ હેન્ડલ પર વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આજના ચૂંટણી પ્રવાસનો કાર્યક્રમ શેર કર્યો છે. આ સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન મોદીના 400 પાર કરવાના લક્ષ્યાંકને પૂરો કરવા માટે અમિત શાહ પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે.
ભાજપના જણાવ્યા મુજબ આ પછી સંત કબીરનગરના ખલીલાબાદમાં બપોરે 1:30 વાગ્યે, આંબેડકર નગર લોકસભા ક્ષેત્રમાં બપોરે 3 વાગ્યે અને પ્રતાપગઢમાં 4:15 વાગ્યે ભાજપની જાહેરસભાને સંબોધિત કરશે.