કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તાએ ભ્રામક જાહેરાતો માટે 31 કોચિંગ સંસ્થાઓને નોટિસ ફટકારી
Live TV
-
કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તાએ ભ્રામક જાહેરાતો માટે 31 કોચિંગ સંસ્થાઓને નોટિસ ફટકારી છે.
સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી, CCPA એ ભ્રામક જાહેરાતો માટે 31 કોચિંગ સંસ્થાઓને નોટિસ પાઠવી છે. તેણે ભ્રામક જાહેરાત માટે 9 કોચિંગ સંસ્થાઓ પર દંડ પણ લગાવ્યો છે. CCPA એ અવલોકન કર્યું છે કે કેટલીક કોચિંગ સંસ્થાઓ સફળ ઉમેદવારો દ્વારા પસંદ કરાયેલ કોર્સ, કોર્સની અવધિ અને ઉમેદવારો દ્વારા ચૂકવવામાં આવેલી ફીના સંદર્ભમાં મહત્વપૂર્ણ માહિતી જાણી જોઈને છુપાવીને ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે. ઓથોરિટીએ એ પણ અવલોકન કર્યું છે કે કેટલીક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ પુરાવા આપ્યા વિના પણ 100 ટકા પસંદગી અને જોબની ગેરંટી જેવા દાવાઓ કરે છે.
કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તાએ કોચિંગ સેક્ટરમાં ભ્રામક જાહેરાતોના સંદર્ભમાં માર્ગદર્શિકા તૈયાર કરવા માટે રચાયેલી સમિતિની પ્રથમ બેઠક યોજી હતી. સમિતિએ માર્ગદર્શિકાના ડ્રાફ્ટ પર ચર્ચા કરી હતી. સમિતિના અધ્યક્ષ, CCPA ના મુખ્ય કમિશનર રોહિત કુમાર સિંઘે સ્પષ્ટતાની જરૂરિયાત પર ભાર મૂક્યો, ખાસ કરીને કોચિંગ ક્ષેત્રમાં જાહેરાતો સંબંધિત અમુક પાસાઓને સ્પર્શવા સ્પષ્ટતાની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, માર્ગદર્શિકા તમામ કોચિંગ સંસ્થાઓને લાગુ પડશે, પછી ભલે તે ઓનલાઈન હોય કે પ્રત્યક્ષ કોચિંગ સંસ્થા. માર્ગદર્શિકાએ દર્શાવે છે કે કોચિંગ સંસ્થાઓ સફળતા દર અથવા પસંદગીની સંખ્યા અને અન્ય પ્રથાઓ અંગે ખોટા દાવા કરશે નહીં કે જેનાથી ગ્રાહકોમાં ગેરસમજ ઊભી થાય.