કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે
Live TV
-
દેશભરમાં તત્કાલ પ્રભાવથી આદર્શ આચારસંહિતા લાગુ થશે
કેન્દ્રીય ચૂંટણી પંચ આજે બપોરે 3 કલાકે પત્રકાર પરિષદ યોજીને લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. તે સાથે જ દેશભરમાં તત્કાલ પ્રભાવથી આદર્શ આચારસંહિતા લાગુ થશે. લોકસભાની ચૂંટણીની સાથે કેન્દ્રીય ચૂંટણી પંચ કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની પણ જાહેરાત કરશે. કેન્દ્રિય ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ આ પત્રકાર પરિષદ લાઈવ જોઈ શકાશે. મહત્વનું છે કે, વર્ષ 2019માં ચૂંટણીની જાહેરાત 10 માર્ચે કરવામાં આવી હતી અને એપ્રિલ-મેમાં સાત તબક્કામાં મતદાન થયુ હતું.
