કેન્દ્રીય ટીમે હૈદરાબાદ,ચેન્નાઈ,અમદાવાદ અને સુરતમાં કોવિડ -19ની સ્થિતિનો તાગ મેળવ્યો
Live TV
-
કોવિડ -19 ની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે ચાર નવી આંતર-મંત્રાલય કેન્દ્રિય ટીમો હૈદરાબાદ, ચેન્નઈ, અમદાવાદ અને સુરત પહોંચી હતી. ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે કેન્દ્રના વિવિધ મંત્રાલયોની આ ચાર વધારાની ટીમો આ ક્ષેત્રો માટે અધિક સચિવ કક્ષાના અધિકારીની આગેવાની હેઠળ બનાવવામાં આવી છે.
મંત્રાલયે આ પહેલા સ્થળ પર જઇને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા, રાજ્યના અધિકારીઓને સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી સૂચનાઓ આપવા અને સામાન્ય લોકોના હિતમાં કેન્દ્ર સરકારને રિપોર્ટ કરવા વિવિધ મંત્રાલયોની છ ટીમો બનાવી હતી.
કેન્દ્રના વિવિધ મંત્રાલયોની ટીમોએ હૈદરાબાદમાં કોવિડ -19 માં ઉદ્ભવતા પરિસ્થિતિનો તાગ મેળવવાનું શરૂ કર્યું છે. કોવિડ -19 મહામારીને પહોંચી વળવા આરોગ્ય વિભાગની તૈયારીનું મૂલ્યાંકન કરવાના પ્રયત્નોના ભાગરૂપે કેન્દ્રીય ટીમે હૈદરાબાદની ગચીબોવલી તેલંગાણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય ટીમ હોસ્પિટલમાં ગઈ હતી અને રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરી હતી.
