આગામી મનકી બાત સમયે આશા રાખીએ કે વિશ્વમાં કોરોનાને લઇને રાહતના સમાચાર હોય : PM
Live TV
-
દેશમાં કોરોના સંકટ અને લોકડાઉન વચ્ચે આજે મહીનાના છેલ્લા રવિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો પર મનની વાત દ્વારા દેશની જનતાને સંબોધન કર્યું હતું તેમણે કહ્યું કે, આજે અક્ષયતૃતિયાનો પવિત્ર પર્વ પણ છે. આકરા સમયગાળામાં આ દિવસ ખૂબ મહત્વનો છે. જૈન સમાજ પણ અક્ષયતૃતિયાને પર્વ તરીકે ઉજવણી કરે છે.
કોરોના સંકટના કારણે માસ્ક પણ જીવનજરિયાત વસ્તુ બની ગયું છે. માસ્કને લઇને પણ આગામી સમયમાં ધારણા બદલાશે. બીમારીથી બચવા અને બીજાને બચાવવા માસ્ક પહેરવું ફરજિયાત છે. આ સાથે જ આયુષ મંત્રાલય દ્વારા જે દિશા-નિર્દેશ કરવામાં આવ્યા છે તે તમારી દિનચર્યામાં સામેલ કરવા જોઇએ. આજે વિશ્વએ યોગને સહજ રીતે અપનાવ્યો છે. ભારતના આયુર્વેદને પણ દુનિયા સહજ રીતે સ્વીકારશે. આ સાથે જ તેમણે વધુમાં કહ્યું હતું કે,આગામી મન કી બાત સમયે આશા આપણે આશા રાખીએ કે સમગ્ર વિશ્વમાં કોરોનાના લઇને રાહતના સમાચાર હોય.
