કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે બજેટ 2021-22ના સંદર્ભે બેઠક યોજી
Live TV
-
મોદી સરકારના બીજા કાર્યકાળ પછી આ ત્રીજુ બજેટ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આગામી બજેટ 2021-22ના સંદર્ભે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશના નાણાંમંત્રીઓ તેમજ નાણાંમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. મોદી સરકારના બીજા કાર્યકાળ પછી આ ત્રીજુ બજેટ હશે જે આગામી પહેલી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી રજુ કરશે.
11મી બજેટ બેઠક યોજી
આ પહેલા ડિસેમ્બરમા નાણામંત્રીએ આગામી કેન્દ્રીય બજેટને ધ્યાનમાં રાખીને માળખાગત સુવિધાઓ, ઊર્જા અને જળવાયુ પરિવર્તનના ક્ષેત્રના અગ્રણી નિષ્ણાતો સાથે 11મી બજેટ બેઠક યોજી હતી. નાણામંત્રી હાલમાં વિવિધ હિતધારકો પાસેથી બજેટ સૂચનો લઈ રહ્યા છે. કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત દેશના અર્થતંત્રમાં આગામી સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે જે નોધપાત્ર બની રહેશે.
