Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રાલયે તાંડવ વેબ સિરીઝના વિવાદને લઇ અમેઝોન પ્રાઇમ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું

Live TV

X
  • એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ તાંડવ લઈને લખનઉમાં દાખલ થયેલી એફઆઈઆર પર કાર્યવાહી શરૂ થઈ છે. લખનઉ પોલીસના અધિકારીઓની ટીમ આગળની કાર્યવાહી માટે મુંબઈ રવાના થઈ ગઈ છે. વેબ સિરીઝ વિરુદ્ધ લખનઉના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયા બાદ 4 પોલીસ અધિકારી મુંબઈ ગયા છે. આ ફિલ્મ અધિકારી ફિલ્મના નિર્માતા-ડાયરેક્ટર અને કલાકારોની પૂછપરછ કરશે. મહત્વનું છે કે શુક્રવારે રિલીઝ થયેલી વેબ સિરીઝમાં કથિત રૂપથી હિન્દુ ભાવનાઓને ઠેસ પહોંચાડનારા સીન છે. 

    કેન્દ્રીય સૂચના પ્રસારણ મંત્રાલયે વેબ સિરીઝ તાંડવમાં હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાળવા સંબંધિત ફરિયાદને ધ્યાને લીધી છે અને અમેઝોન પ્રાઇમ વીડિયો પાસે આ મુદ્દે સ્પષ્ટીકરણ માંગ્યું છે. 

    પોલિટિકલ ડ્રામા પર આધારિત વેબ સિરીઝ 'તાંડવ'માં મુખ્ય ભૂમિકામાં નામી કલાકારો છે જેમાં સૈફ અલી ખાન, ઝિશાન આયુબ સાથે ડિમ્પલ કાપડિયા, દિનો મોરિયા, તિગ્માંશુ ધુલિયા, સુનીલ ગ્રોવર અને ગૌહર ખાન છે. આ વેબ સિરીઝને ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. હાલમાં સોમવારે માહિતી પ્રસારણ મંત્રાલયે એમેઝોન પાસે જવાબ માંગ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply