Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય પોસ્ટ બજેટ પર આયોજિત વેબિનાર  રીચિંગ ધ લાસ્ટ માઈલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું

Live TV

X
  • કેન્દ્રીય પોસ્ટ બજેટ પર આયોજિત વેબિનાર  રીચિંગ ધ લાસ્ટ માઈલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું કે યોજનાઓની સફળતા પાછળ સુશાસનને જવાબદાર છે, સુશાસનથી જ છેવાડા માનવી સુધી  યોજનાઓના લાભ પહોંચશે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી કહેતા હતા કે તમારી નીતિઓ, તમારી યોજનાઓ છેલ્લા છેડે બેઠેલા વ્યક્તિ સુધી કેટલી ઝડપથી પહોંચે છે, તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને તેથી જ આજે આ વિષય પર તમામ હોદ્દેદારો સાથે વ્યાપક ચર્ચા કરવામાં આવી રહી છે કે બજેટમાં લોકકલ્યાણના આટલા કામો છે, આટલું બજેટ છે, તે કેવી રીતે સંપૂર્ણ પારદર્શિતા સાથે લાભાર્થી સુધી પહોંચાડી શકાય. તમને યાદ છે કે અગાઉ આપણા દેશમાં, દૂર-દૂરના વિસ્તારોમાં રસી પહોંચતા ઘણા દાયકાઓ લાગતા હતા. રસીકરણ કવરેજના સંદર્ભમાં દેશ ઘણો પાછળ હતો. દેશના કરોડો બાળકો, ખાસ કરીને ગામડાઓ અને આદિવાસી પટ્ટામાં રહેતા બાળકોને રસી માટે વર્ષો સુધી રાહ જોવી પડી. જો આપણે જૂના અભિગમ સાથે કામ કર્યું હોત, તો ભારતમાં 100% રસીકરણ કવરેજ હાંસલ કરવામાં ઘણા દાયકાઓ લાગ્યા હોત.
    અમે નવા અભિગમ સાથે કામ શરૂ કર્યું, મિશન ઇન્દ્રધનુષ શરૂ કર્યું અને સમગ્ર દેશમાં રસીકરણ પ્રણાલીમાં સુધારો કર્યો. જ્યારે કોરોના વૈશ્વિક મહામારી આવી ત્યારે અમને દૂર દૂર સુધી રસી પહોંચાડવામાં નવી સિસ્ટમનો વિકસાવવાનો લાભ મળ્યો, હું માનું છું કે આમાં ગુડ ગવર્નન્સની મોટી ભૂમિકા છે, તે એક એવી શક્તિ છે જેણે લાસ્ટ માઈલ ડિલિવરી શક્ય બનાવી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply