શ્રીનગર- લેહ હાઈવે પર બરફ દૂર કરવા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન-BRO દ્વારા પ્રોજેક્ટ વિજયક શરૂ
Live TV
-
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન એટલે કે બીઆરઓ દ્વારા 434 કિલોમીટર લાંબા શ્રીનગર- લેહ હાઈવે પર બરફ દૂર કરવા પ્રોજેક્ટ વિજયક નામનું અભિયાન હાથ ધરવામાં આવ્યું, બીઆરઓ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં સુધારો આવતા, રોડ પર પથરાઈ ગયેલા 40 થી 50 ફૂટના બરફના સ્તરને દૂર કરવાનું કાર્ય, યુદ્ધના ધોરણે આધુનિક મશીનરી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે સોનમર્ગ થી જોજીલા ઝીરો પોઈન્ટ સુધી 30 કિલોમીટરમાં બરફ સાફ કરવાનું કામ ઊંડી ખીણના કારણે સૌથી વધુ કઠિન અને પડકાર જનક છે. મહત્વનું છે કે ભારે બરફવર્ષા થતાં જાન્યુઆરી મહિનાથી નેશનલ હાઈવે 1ને બંધ કરી દેવામાં આવ્યો હતો. લેફટન્ટ જનરલ ખાને આશ્વાસન આપતા કહ્યું છે કે જો હવામાન સાથ-સહકાર આપશે તો માર્ચના મધ્ય સુધીમાં જોજીલા સુધીનો માર્ગ ખુલ્લો કરી દેવામાં આવશે. સાથે જ લેફટન્ટ જનરલે બીઆરઓના પ્રોજેક્ટ વિજયક અભિયાનની પ્રશંસા પણ કરી હતી
