કથિત આબકારી કૌભાંડ મામલે દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાને આજે કોર્ટમાં કરાશે રજૂ, ગઈકાલે CBIએ કરી હતી ધરપકડ
Live TV
-
દિલ્હી આબકારી નીતિ કેસમાં ધરપકડ થયા પછી દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદીયાને આજે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવશે. સીબીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મનીષ સિસોદીયાએ પુછપરછ દરમિયાન સહયોગ ના આપતાં તેમની ધરપકડ કરવામાં આવી છે. મનીષ સિસોદીયા પર ગુનાહિત ષડયંત્ર રચવાના, હેરાફેરી તેમ જ શરાબ માફિયાના હીતોને ધ્યાને રાખવાના જેવી અનિયમીતતા આચરવાના આક્ષેપ થયા છે. ગયા વર્ષે દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ દિલ્હી આબકારી નીતિ કેસમાં તપાસની ભલામણ કરતાં આ કેસમાં તપાસ શરૂ થઇ હતી. આબકારી નીતિમાં અનિયમીતતાના સંદર્ભમાં ઉપરાજ્યપાલે તપાસના આદેશ કર્યા હતા. આ કેસમાં મનીષ સિસોદીયા સહિત 15 લોકો સામે પ્રાથમિક ફરિયાદ નોંધવામાં આવી હતી. આ લોકો સામે આબકારી નીતિ અંતર્ગત નિયમોનું ઉલ્લંઘન કર્યાના આક્ષેપ છે.
