કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે એક સપ્તાહમાં 4,250 કરોડ રૂપિયાના 10 લાખ રિફંડ ઇશ્યૂ કર્યા
Live TV
-
સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે CBDT એ 14 એપ્રિલ-20 સુધી દસલાખ 20 હજાર આવકવેરા કરદાતાઓને રિફંડ ઇસ્યું કરાયું છે.
કોવિડ-19 સંકટ વચ્ચે લાખો કરદાતા માટે રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કરબોર્ડે જણાવ્યું હતું કે આવકવેરા વિભાગે એક સપ્તાહમાં 10 લાખ 20 હજાર કરદાતાઓને 4 હજાર 250 કરોડ રૂપિયાનું રિફંડ ઇસ્યું કર્યું છે. નાણામંત્રાલયે ગતસપ્તાહે કહયું હતું કે તેઓ 5 લાખ રૂપિયા સુધીના રીફંડને વહેલાસર ઇસ્યું કરશે. સત્તાવાર નિવેદનમાં કહેવાયું છે કે CBDT એ 14 એપ્રિલ-20 સુધી દસલાખ 20 હજાર આવકવેરા કરદાતાઓને રિફંડ ઇસ્યું કરાયું છે. હવે આ સપ્તાહે એકલાખ 75 હજાર કરદાતાઓને રીફંડ મોકલાશે. આ રીફંડ થોડા જ સપ્તાહોમાં કરદાતાઓના ખાતામાં જમા થશે. આ ઉપરાંત આવકવૈરા વિભાગે કહયું છે કે કેટલાક કરદાતાઓ પાસે ઇ-મેલ દ્વારા રીફંડ સબંધી જવાબ માંગ્યો છે. જેનો તેઓએ સાત દિવસમાં જવાબ આપવાનો છે જેથી વહેલાસર રીફંડ ચુકવી શકાય.
