કોરોનાના દર્દીઓનો સાજા થવાનો દર પણ વધી રહ્યો છે જે એક સારો સંકેત : સ્વાસ્થ્ય મંત્રાલય
Live TV
-
દેશમાં કોરોનાના 10,477 એક્ટીવ કેસ
કોરોના વાયરસે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. વૈશ્વિક આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધીમાં 20 લાખથી વધુ લોકોને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે તો એક લાખથી વધુ લોકોના કોરોનાને કારણે મોત થયાં છે. ત્યારે ભારતની વર્તમાન સ્થિતિની જો વાત કરવામાં આવે તો દેશમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 10,477 એક્ટીવ કેસ નોંધાયા છે. તો આ સાથે જ 1488 દર્દીઓ કોરોનાની સારવાર લીધા બાદ સાજા થયા. જો કે, ભારત સરકારના આરોગ્ય વિભાગના આંકડા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 414 લોકોના કોરોના વાયરસને કારણે મોત નિપજ્યા છે. દેશમાં કોરોના વાયરસના દર્દીઓ સાજા થવાને લઇને આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, સ્વસ્થ થવાનો દર પણ વધી રહ્યો છે તે એક સારો સંકેત છે.
