કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે 1.52 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ
Live TV
-
સામાન્ય બજેટમાં વિકસત ભારત માટે પ્રથમ પ્રાથમિકતા કૃષિ ઉત્પાદકતા અને અનુકુળક્ષમતા પર ભાર આપવામાં આવ્યો છે. કૃષી અને તેની સાથે જોડાયેલા ક્ષેત્ર માટે 1.52 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. કુદરતી ખેતી માટે આગામી બે વર્ષમાં દેશ ભરના 1 કરોડ ખેડૂતો જૈવીક ખેતી કરશે. તેના માટે સર્ટિફિકેશન અને બ્રાન્ડીંગથી સહયોગ કરવામાં આવશે. કઠોળ અને તેલીબિયા માં આત્મનિર્ભરતા માટે સ્ટોરેજ અને માર્કેટીંગની સુવિધાઓ વચગાળાના બજેટમાં કરેલી જાહેરાત મુજબ સુદ્રઢ બનાવવામાં આવશે. શાકભાજી અને ફળો ના ઉત્પાદનનો વિકાસ કરવામાં આવશે. તે માટે કો-ઓપરેટીવ સોસાયટી અને સ્ટાર્ટ-અપને પ્રોત્સાહીત કરવામાં આવશે. તેમજ બાગાયતી પાકની નવી 109 જાતિઓ જાહેર કરવામાં આવશે.
કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે ભારતનો આર્થિક વિકાસ હજુ પણ શાનદાર છે. આગામી વર્ષમાં પણ તે જ રહેશે. તેમણે કહ્યું કે ભારતનો ફુગાવો નીચો અને સ્થિર છે, જે ચાર ટકાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે.
સીતારમણે કહ્યું કે વચગાળાના બજેટમાં ઉલ્લેખ કર્યા મુજબ આપણે ચાર અલગ-અલગ જાતિઓ, ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેડૂતો માટે, અમે તમામ મુખ્ય પાકો માટે ઊંચા લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત કરી છે, જેમાં ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50 ટકા માર્જિનનું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી હતી, જેનાથી 80 કરોડથી વધુ લોકોને ફાયદો થયો છે.
