Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય બજેટ 2024-25: નાણામંત્રીએ બજેટમાં રોજગાર માટે કરી મોટી જાહેરાત

Live TV

X
  • નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના 7માં બજેટ ભાષણમાં કહ્યું હતું કે, આખા વર્ષ અને તેના પછીના સમયને ધ્યાનમાં રાખીને, આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય પ્રશિક્ષણ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.

    યુવાનોને રોજગાર આપવા માટે કૌશલ તાલીમ કાર્યક્રમ માટે નવી યોજનાની બજેટમા જાહેરાત કરવામાં આવી છે. આ કાર્યક્રમ હેઠળ પીએમ પેકેજ અંતર્ગત ચોથી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. જે માટે ઉદ્યોગ જગત અને રાજ્ય સરકારની મદદ લેવામાં આવશે. આ યોજના હેઠળ 5 વર્ષમાં 20 લાખ યુવાનોને કૌશલ તાલીમ આપવામાં આવશે. હબ અને સ્પોક વ્યવસ્થામાં એક હજાર ઔધ્યોગીક તાલીમ સંસ્થાને અપગ્રેડ કરવામાં આવશે. ઉદ્યોગની જરૂરિયાત મુજબ અભ્યાસક્રમની વિષય વસ્તુ અને ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે. સરકાર ટોચની 500 કંપનીઓમા 5 વર્ષમાં એક કરોડ યુવાનોને ઇન્ટરશીપનો અવસર પૂરો પાડશે. 

    તેમણે એમ પણ કહ્યું કે મને રોજગાર, કૌશલ્ય અને અન્ય તકો પ્રદાન કરવા માટેની 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરવામાં આનંદ થાય છે જેનો લાભ પાંચ વર્ષના સમયગાળામાં 4.1 કરોડ યુવાનોને મળશે. આ માટે કેન્દ્રીય ખર્ચ રૂ. 2 લાખ કરોડ છે.

    નાણામંત્રીએ એમ પણ કહ્યું કે દેશવાસીઓએ ફરી પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે સરકારને ઐતિહાસિક ત્રીજો જનાદેશ મળ્યો છે. તેમણે કહ્યું, દેશને અમારી નીતિઓમાં સમર્થન, વિશ્વાસ અને વિશ્વાસ છે. અમારો ઉદ્દેશ્ય દરેક ભારતીયની આકાંક્ષાઓને પૂર્ણ કરવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply