Skip to main content
Settings Settings for Dark

બજેટ-2024: કેન્દ્રીય નાણામંત્રીએ સરકારની 9 પ્રાથમિકતાઓને સૂચિબદ્ધ કરી

Live TV

X
  • કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે NDA સરકારના વિકસિત ભારતના સ્વપ્નનું પ્રથમ કેન્દ્રીય બજેટ લોકસભામાં રજૂ કર્યું. આ સાથે સીતારમણે સતત સાતમી વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા સતત છ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે.

    બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે સરકારે ખેડૂત, રોજગાર, સોશિયલ જસ્ટિસ, મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ, એનર્જી, અર્બન ડેવલપમેન્ટ, ઈન્ફ્રાસ્ટ્ર્ચર સહિતની સરકારની 9 પ્રાથમિકતાઓ પર ધ્યાન.

    1. કૃષિ
    2. રોજગાર
    3. સામાજિક ન્યાય
    4. ઉત્પાદન અને સેવાઓ
    5. શહેરી વિકાસ
    6. ઊર્જા સુરક્ષા
    7. નવીનતા
    8. સંશોધન અને વિકાસ
    9. નેક્સ્ટ જનરેશનના સુધારા

    2 લાખ કરોડની ફાળવણી સાથે 5 યોજનાઓનું PM પેકેજ

    નાણામંત્રીએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. તેમણે કહ્યું કે સરકારનું ધ્યાન રોજગાર વધારવા પર છે. બજેટમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર સબકા સાથ, સબકા વિકાસ માટે પ્રતિબદ્ધ છે. નાણામંત્રીએ કહ્યું કે આ વખતે બજેટમાં યુવાનો માટે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે પીએમએ રોજગાર અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી સાથે પાંચ યોજનાઓના પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે આ વર્ષે શિક્ષણ, રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે 1.48 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

     વહેલી સવારે નાણામંત્રી પહેલા મંત્રાલય પહોંચ્યા હતા અને અધિકારીઓ સાથે બેઠક કરી. આ પછી તે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, જ્યાં રાષ્ટ્રપતિએ તેમને મોઢુ મીઠુ કરાવ્યું હતુ.  આ પછી તે સંસદ ભવન પહોંચ્યા હતા. કેબિનેટે અહીં સંસદ ભવનમાં બજેટને મંજૂરી આપવામાં આવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply