કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા
Live TV
-
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કર્યો છે. પીએમની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ભથ્થુ 12 ટકા થઈ ગયું છે જે 1 જાન્યુઆરી 2019થી લાગુ થશે. સાથે જ અમદાવાદ મેટ્રો ફેઝ 2 અને રેપિડ રેલ સેવા પર પણ કેબિનેટે મંજૂરીની મહોર લગાવી દીધી છે. આ સાથે જ ત્રિપલ તલાક બિલઈન્ડીયન મેડિકલ કાઉન્સિલ કંપની એમેન્ડમેન્ટ બિલ અને બેનિંગ ઓન એ રેગ્યુલર ડિપોઝિટ સ્કીમ બિલ સંબંધિત વટહુકમને પણ મંજૂરી આપી દીધી છે.
