Skip to main content
Settings Settings for Dark

સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન બે દિવસના ભારતના પ્રવાસ પર

Live TV

X
  • સઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતાની બે દિવસીય યાત્રા પર ગઈ કાલે સાંજે ભારત પહોંચ્યા છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. આજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું અધિકૃત રીતે દબદબા પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું વળી તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. દક્ષિણ એશિયાયી દેશોની મુલાકાતે નીકળેલા સઉદી પ્રિન્સની ભારત મુલાકાત ઠીક એવા સમયે થઈ છે જ્યારે જમ્મૂ-કાશ્મીરમાં પુલવામામાં આતંકી હુમલાના કારણે સમગ્ર દેશમાં રોષનો માહોલ છે. આથી બન્ને દેશો વચ્ચેની પ્રતિનિધિ સ્તરની વાતચીતમાં આતંકવાદનો મુદ્દો છવાયેલો રહેવાની આશા રાખવામાં આવે છે. આ ઉપરાંત બન્ને દેશો વચ્ચે પર્યટન હાઉસિંગમાહિતી અને ટેકનોલોજીમાં રોકાણ રક્ષા અને ઉર્જાક્ષેત્રે સહયોગ સહિત 5 જેટલા ઐતિહાસિક કરાર થવાની પણ શક્યતા છે. આજે હૈદરાબાદ હાઉસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ક્રાઉન પ્રિન્સ વચ્ચે શિખર સ્તરની વાતચીત થશે જેમાં ભારત પાકિસ્તાન પ્રેરિત આતંકવાદનો મુદ્દો જોરશોરથી ઉઠાવાશે. સાંજે પ્રિન્સ સલમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે પણ મુલાકાત કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે સઉદી અરબ ઉર્જા સુરક્ષાની દ્રષ્ટિએ ભારત માટે એક મહત્વનો દેશ છે. ભારત આવતા પહેલા સઉદી પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન રવિવારે પાકિસ્તાન ગયા હતા. ભારતે તેમના સીધા પાકિસ્તાન જવા પર વાંધો ઉઠાવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply