કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ કર્યા કોંગ્રેસ પર આક્ષેપો
Live TV
-
ફેસબુકમાં કરી પોસ્ટ: કોંગ્રેસનો એકમાત્ર વિચાર છે, જે માત્ર પ્રધાનમંત્રીનો વિરોધ કરે છે.
કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ પોતાના બ્લોગ દ્વારા એકવાર ફરી કોંગ્રસ પર આક્ષેપ કર્યો છે. જેટલીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, કોંગ્રેસની પોતાની વિચારધારા બચી નથી કોંગ્રેસની એકમાત્ર વિચાર છે જે માત્ર પ્રધાનમંત્રીનો વિરોધ કરે છે. તેમણે લખ્યું કે, વંશવાદ ધરાવતો પક્ષ પરિવાર અને વ્યક્તિના પ્રમાણે ચાલે છે અને આવા પક્ષોમાં વિચારધારાની કોઈ જગ્યા હોતી નથી. વધુમાં તેમણે લખ્યું છે કે, કોંગ્રેસ સ્વરોજગાર કરનારાનો મજાક ઉડાવે છે. ત્યાં મોદી સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ 12.90 કરોડ લોકોને લગભગ છ લાખ કરોડ રૂપિયાની લોન આપી છે.
