Skip to main content
Settings Settings for Dark

બાંદીપોરાના એન્કાઉન્ટરમાં 2 આતંકી ઠાર,1 જવાન શહીદ

Live TV

X
  • 1 જવાન શહીદ, સેનાનું સર્ચ ઓપરેશન શરૂ.

    જમ્મુ-કાશ્મીરમાં રમઝાનના પવિત્ર મહિનામાં પણ આતંકી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી. ગુરુવારે વહેલી સવારે બાંદીપોરાના પનરમાં સેનાએ એન્કાઉન્ટર દરમિયાન બે આતંકીઓને ઠાર કર્યા છે. જ્યારે આ એન્કાઉન્ટરમાં સેનાના એક જવાન પણ શહીદ થયા છે. હાલ આ વિસ્તારમાં સેનાનું સર્ચ ઓપરેશન ચાલે છે. આતંકીઓને શોધવામાં આવી રહ્યા છે. પુલવામાના ગાંગુમાં પણ આતંકીઓ દ્વારા સીઆરપીએફ અને પોલીસ જવાન ઉપર ઓપન ફાયરિંગ કરવામાં આવ્યું છે.

    આ ઉપરાંત શંકાસ્પદ આતંકીઓ દ્વારા અપહરણ કરવામાં આવેલા SOGને છોડી દેવામાં આવ્યા છે. આ પહેલાં બુધવારે પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં આસિસ્ટન્ટ કમાન્ડર સહિત બીએસએફના ચાર જવાન શહીદ થયા હતા. જ્યારે પાંચ સુરક્ષા કર્મી ઘાયલ થયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply