ભારે પવનોની અસર દિલ્હીમાં, રાજસ્થાનની ધુળથી દિલ્હીના પ્રદૂષણમાં વધારો......
Live TV
-
રાજસ્થાનની ધૂળના કારણે દિલ્હી-NCRમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. CPCB અને અન્ય પ્રદૂષણ કંટ્રોલ એજન્સીઓ આ સમયે દિલ્હીમાં વધતા પ્રદૂષણનું કારણ રાજસ્થાનની ધૂળને માની રહ્યા છે. રાજસ્થાનની આંધીના કારણે હવાની સાથે ધૂળ દિલ્હી પહોંચી રહી છે. પણ એર ઈન્ડેક્સની વાત કરીએ તો ધૂળ હોવા છતાં રાજસ્થાનમાં આ સમયે દિલ્હી-એનસીઆરથી ઓછું પ્રદૂષણ છે.
રાજસ્થાનમાં ઘણાં શહેરોમાં એર ઈન્ડેક્સ 200થી નીચે છે. દિલ્હી-NCRમાં સોમવારથી જ ધૂળની ચાદરો દેખાઈ રહી છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. GRAP મુજબ 16 કલાકથી પીએમ 10નું સ્તર ઈમર્જન્સીથી વધુ છે. એક્સપર્ટનું માનવું છે કે રાજસ્થાનની ધૂળની સાથે સ્થાનિક કારણે પણ પ્રદૂષણનું સ્તર વધ્યું છે. દિલ્હીમાં આ સમયે હવા ઝડપ વધુ છે. એવામાં રાજસ્થાનની ધૂળ દિલ્હીમાં ભળી રહી છે અને પ્રદૂષણ વધી રહ્યું છે. આ સમયે દિલ્હીમાં 7000થી 15,000 ફૂટ ઊંચી ધૂળની ચાદર જોવા મળી રહી છે.
DPCC (દિલ્હી પોલ્યુશન કંટ્રોલ કમિટી) મુજબ આ સમયે પીએમ 10નું સ્તર ઘણું વધ્યું છે. પીએમ 2.5નું સ્તર ઘણી જગ્યા પર વધારે છે. ઝડપી પવનના કારણે ધૂળ વધી રહી છે અને તે પીએમ 10 વધવાનું કારણ છે. એક્સપર્ટ મુજબ આ રીતે ધૂળ પ્રદૂષણમાં રહેનારા લોકોને કફ, એલર્જી, ફેફસાનું ઈન્ફેક્શન, હ્રદયની બીમારી વગેરેનો ખતરો રહે છે. જ્યારે આ ધૂધળા વાતાવરણ વચ્ચે મંગળવારની સવારે દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી 3.5 કિલોમીટર રહી જે સાંજ સુધીમાં ઘટીને 1.5 કિલોમીટર થઈ ગઈ હતી. ઈપીસીએના ચેરમેન્ટ ડૉ. ભૂરે લાલના જણાવ્યા પ્રમાણે, સ્થિતિ પર અમે નજર રાખી રહ્યા છે. સિવિક એજન્સીઓને નિર્દેશ કરવામાં આવ્યો છે. જો 24 કલાક સુધી આ રીતે પ્રદૂષણનું સ્તર રહ્યું તો યોગ્ય પગલા ઉઠાવવામાં આવશે.
