કેન્દ્રીય મંત્રી જે પી નડ્ડા આજે મહારાષ્ટ્રના પ્રવાસે, મહારાષ્ટ્રના ત્રણ જિલ્લામાં જાહેરસભા કરશે
Live TV
-
નવી મુંબઈના થાણે જિલ્લામાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે
ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડા વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે મહારાષ્ટ્ર પહોંચ્યા છે. તેઓ રાજ્યના ત્રણ જિલ્લામાં જાહેર સભાઓને સંબોધશે. ભાજપે પોતાનો કાર્યક્રમ એક્સ હેન્ડલ પર શેર કર્યો છે.
બીજેપી અનુસાર કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે નવી મુંબઈના થાણે જિલ્લામાંથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે. તેઓ સવારે 11 વાગ્યે રામલીલા મેદાન, સેક્ટર-12, નેરુલ પશ્ચિમ બેલાપુર ખાતે જાહેર સભાને સંબોધશે. આ પછી તેઓ સોલાપુર જિલ્લામાં પહોંચશે. ત્યાં તેઓ અક્કલકોટના બગેહાલી રોડ પર સ્થિત શબ્દી ફાર્મ હાઉસમાં બપોરે 2 વાગ્યે એક જાહેર સભામાં મતદારોને મળશે. આ પછી તેઓ બપોરે 3.55 કલાકે અહમદનગર જિલ્લાના કર્જતમાં જનસભાને સંબોધશે.