દિલ્હીમાં પ્રદૂષણને કારણે ધોરણ 10 અને 12 સિવાયના તમામ વિદ્યાર્થીઓ માટે શાળાઓ બંધ
Live TV
-
આગામી આદેશ સુધી તમામ વર્ગો માટે ઓનલાઈન વર્ગો ચલાવવામાં આવશે
વાયુ પ્રદૂષણને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 18 નવેમ્બરથી GRAP-4 લાગુ થવા જઈ રહી છે. આ કારણોસર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સિવાય રાજ્યની તમામ શાળાઓમાં વર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. આગામી આદેશ સુધી તમામ વર્ગો માટે ઓનલાઈન વર્ગો ચલાવવા સરકાર દ્વારા સૂચનાઓ જારી કરવામાં આવી છે.
કેન્દ્રીય પ્રદૂષણ વિભાગ દ્વારા દિલ્હી-એનસીઆરમાં GRAP ના ચોથા તબક્કા હેઠળ નિયંત્રણો લાદવામાં આવ્યા બાદ દિલ્હીના મુખ્ય મંત્રી આતિશીએ ધોરણ નવ સુધીની તમામ શાળાઓ બંધ કરવાની અને વર્ગો ઑનલાઇન ચલાવવાની જાહેરાત કરી છે. જોકે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓએ શારીરિક રીતે વર્ગોમાં હાજરી આપવાની રહેશે.
મુખ્યમંત્રી આતિષાએ ટ્વિટર કરીને જણઆવ્યું છે કે, દેશમાં કાલથી GRAP-4 લાગુ થશે. ધોરણ 10 અને 12 સિવાયના તમામ વિદ્યાર્થીઓ માટે શારીરિક વર્ગો બંધ રહેશે. આગામી આદેશો સુધી તમામ શાળાઓ ઑનલાઇન વર્ગો હાથ ધરશે. રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા સતત ધરાબ થઈ રહી છે. જેના કારણે અધિકારીઓએ પ્રદૂષણ વિરોધી કડક પગલાં લીધા છે. દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ખરાબ હવાની ગુણવત્તાને કારણે સોમવારે સવારથી વધારાના નિયંત્રણો લાદવામાં આવશે, આ નિર્ણય કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM) દ્વારા લેવામાં આવ્યો છે.