Skip to main content
Settings Settings for Dark

EPFO સામાજિક સુરક્ષા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે : મનસુખ માંડવિયા

Live TV

X
  • કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દેશભરના લાખો સભ્યોને સામાજિક સુરક્ષા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ડૉ. માંડવિયાએ EPFOની પરિવર્તન યાત્રાની પ્રશંસા કરી હતી.

    તેમણે EPFOની મજબૂત IT સિસ્ટમ, કાર્યક્ષમ ફરિયાદ નિવારણ પ્રણાલી અને સભ્ય-કેન્દ્રિત સેવા મોડલ લાગુ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. ડો. માંડવિયાએ EPFO ​​કર્મચારીઓને અપીલ કરી હતી કે તેઓ સંગઠન “હમ હૈ ના” ના સૂત્રને અપનાવે અને તેને પોતાની જવાબદારી સમજીને લોકોની સેવામાં જોડાઈ જાય. તેમણે કહ્યું કે, જરૂરિયાતમંદોને મદદ કરવામાં અને સમસ્યાઓ ઉકેલવામાં કર્મચારીઓ કેટલો ફાળો આપે છે તેના પરથી સાચી સેવાનું મૂલ્યાંકન થાય છે.

    કેન્દ્રીય મંત્રીએ પેન્શન કવરેજ વધારવા અને સેવાઓને છેલ્લા માઈલ સુધી લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની વાત કરી હતી. તેમણે EPFOના અધિકારીઓ અને કર્મચારીઓને પ્રામાણિકતા, સમર્પણ, સંવેદનશીલતા અને વ્યાવસાયિકતાના ઉચ્ચતમ ધોરણો જાળવવા વિનંતી કરી. તેમણે કહ્યું કે સંસ્થામાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણ માટેના પ્રયાસો ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી બદલાતા પડકારોને અનુરૂપ સેવાની ગુણવત્તામાં સુધારો કરી શકાય.

    EPFO ધારકોની સંખ્યા 7.6% વધીને 7.37 કરોડ થઈ છે

    EPFO ફાળો આપનારાઓની સંખ્યા 2022-23માં 6.85 કરોડથી 2023-24માં 7.6% વધીને 7.37 કરોડ થઈ છે. આ સમયગાળા દરમિયાન યોગદાન આપતી સંસ્થાઓની સંખ્યા 6.6% વધીને 7.66 લાખ થઈ છે. બાકીની વસૂલાત 55.4% વધીને ₹5,268 કરોડ થઈ છે જે ગયા વર્ષે ₹3,390 કરોડ હતી. દાવાની પતાવટ ગયા વર્ષની સરખામણીમાં 7.8% વધીને રૂ. 4.45 કરોડ સુધી પહોંચી છે. ડૉ. માંડવિયાએ EPFOને પેન્શન કવરેજ વધારવા, તકનીકી પ્રગતિ કરવા અને સભ્યોને વધુ સારી સેવા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply