કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે 1984 ના રમખાણોને લઈને વિપક્ષ પર કરી આકરી ટીકા
Live TV
-
મીડિયા સાથે વાતચીત કરતાં આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે કોંગ્રેસ સરકાર દ્વારા 1984 નાં એન્ટી શીખ રમખાણોની તપાસમાં ઇરાદાપૂર્વક વિલંબ થયો હતો, કારણ કે તે નરસંહારના દોષીઓને સજા આપવામાં કોઈ રસ કોંગ્રેસને કોઈ રસ જ નહોતો.
મીડિયાને સાથે વાતચીત કરતાં પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે રજૂ કરેલા જસ્ટિસ ધિંગરા કમિશનના અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, અહેવાલમાં જણાવાયું છે કે કોંગ્રેસે ક્યારેય તપાસ માટે કોઈ લીડ લીધી નથી. તેમણે કહ્યું, આયોગનો અહેવાલ ખૂબ મહત્વનો છે કારણ કે તેનો મુખ્ય અનુમાન કહે છે કે આ રમખાણોની સાચી તપાસ કદી નહોતી થઈ.
કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, શીખ વિરોધી નરસંહારના ગુનેગારોને સજા થઈ નહી, કારણ કે અધિકારીઓ અને પોલીસે તપાસમાં રસ દાખવ્યો ન હતો. તેમણે કહ્યું કે, દિલ્હીના સુલતાનપુરમાં 500 ઘટનાઓ બની અને વહીવટીતંત્રને અસંખ્ય સોગંદનામા મળ્યા પરંતુ માત્ર એક જ એફઆઈઆર દાખલ કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, આદર્શ રીતે, એફઆઈઆર તરત જ દાખલ કરવામાં આવી હોવી જોઇએ, પરંતુ તે 6-7 વર્ષ સુધી નહોતી થઈ અને કોર્ટે તોફાનીઓને મુક્ત કરવો પડ્યો.
