કેન્દ્રીય મંત્રી મંડળે યુરિયા સબસિડી યોજનાને ચાલુ રાખવાની મંજૂરી
Live TV
-
કેન્દ્રીય મંત્રી મંડળે વર્તમાન યુરિયા સબસિડી યોજનાને બારમી પંચવર્ષીય યોજના પછી પણ ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય મંત્રી મંડળે વર્તમાન યુરિયા સબસિડી યોજનાને બારમી પંચવર્ષીય યોજના પછી પણ ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. કેબિનેટની બેઠકમાં યુરિયા સબસિડીને વર્ષ 2020 સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સબસિડી માટે કેન્દ્ર આગામી ત્રણ વર્ષ માટે એક લાખ પાંસઠ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ વહન કરશે. આ ઉપરાંત સબસિડીની રકમ ખાતામાં જમા થાય તેવી પ્રક્રિયા કરવામાં આવશે. ખાતર ક્ષેત્રમાં ડીબીટી લાગુ થતાં ખાતરની ચોરી બંધ થઈ જશે.