ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાના મજબૂત સંકેતો -વિશ્વ બેન્ક
Live TV
-
ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાના મજબૂત સંકેતો -વિશ્વ બેન્ક
ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપી પ્રગતિ પર વૈશ્વિક સંસ્થાએ ફરી એકવાર મુહોર લગાવી છે. વૈશ્વિક બેન્કના ભારત વિકાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થામાં સુધારાના મજબૂત સંકેતો દેખાય છે. ઔદ્યોગિક ઉત્પાદન અને નિર્માણમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. આ બંને સેક્ટર રોજગારની દૃષ્ટિએ ઘણાં મહત્વપૂર્ણ છે. જેથી આગામી સમયમાં રોજગાર ક્ષેત્રમાં વધારો થશે તેવી આશા રાખી શકાય છે. વિશ્વ બેન્કના રિપોર્ટમાં અંદાજો લગાવવામાં આવ્યો છે કે 2018માં ભારતનો વિકાસ દર 6.7 ટકા રહેશે. આગામી વર્ષે જીડીપી વધીને 7.3 ટકા થશે. તેમજ 2020માં ભારતનો વિકાસ દર 7.5 ટકા થવાનો અંદાજો છે.