ગૃહમંત્રી રાજનાથસિંહે સંમેલનનો પ્રારંભ કરાવ્યો
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં આતંકવાદ અને સાયબર ગુનાખોરીને ડામવા માટે આંતરરાષ્ટ્રીય સંમેલનનો આરંભ કરાવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે દિલ્હીમાં આતંકવાદ અને સાયબર ગુનાખોરીને ડામવા માટે આંતરરાષ્ટ્રીય સંમેલનનો આરંભ કરાવ્યો હતો. બે દિવસીય સંમેલનના આરંભમાં રાજનાથસિંહે જણાવ્યું કે આતંકવાદ એક મોટો પડકાર છે. જે રીતે ઇન્ટરનેટ પર તેઓ સક્રિય છે, તે માનવજાત માટે પણ મોટું જોખમ છે. એક અન્ય કાર્યક્રમમાં પણ ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે પાકિસ્તાન તરફી આતંકી સમૂહ એક પડકાર છે. પણ તેનો સામનો કરવામાં આવી રહ્યો છે. તેમણે ભારપૂર્વક પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને રક્ષણ પુરું પાડવાની બાબતની નિંદા કરી હતી.