કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલે નવી દિલ્હીમાં "YUKTI" વેબ પોર્ટલ કર્યું લોન્ચ
Live TV
-
માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયાલે આશા વ્યક્ત કરી કે આ પોર્ટલ વધુ સારી યોજના બનાવવા માટે ઇનપુટ્સ આપશે અને એચઆરડી મંત્રાલયને આગામી છ મહિના સુધી તેની પ્રવૃત્તિઓ પર અસરકારક રીતે દેખરેખ રાખવા માટે સક્ષમ બનાવશે.
કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયાલે આજે નવી દિલ્હીમાં "YUKTI" વેબ પોર્ટલ (યંગ ઈન્ડિયા કોમ્બેટિંગ કોવીડ વિથ નોલેજ, ટેકનોલોજી અને ઇનોવેશન) ની શરૂઆત કરી છે. માનવ સંશાધન વિકાસ મંત્રાલયના પ્રયત્નો અને પહેલની દેખરેખ રાખવા અને રેકોર્ડ કરવા આ એક અનોખું પોર્ટલ અને ડેશબોર્ડ છે.
આ પોર્ટલ શિક્ષણવિદોમાં સંસ્થાઓની વિવિધ પહેલ અને પ્રયત્નો, ખાસ કરીને covid-19 સંબંધિત સંશોધન, સંસ્થાઓ દ્વારા સામાજિક પહેલ અને વિદ્યાર્થીઓ માટે લેવામાં આવેલા અસરકારક પગલાઓને આવરી લેશે. આ પોર્ટલ મોટા પ્રમાણમાં શૈક્ષણિક સમુદાયને સેવાઓની અસરકારક રીતે પહોંચાડવા માટે ગુણાત્મક અને માત્રાત્મક પરિમાણો બંનેનો સમાવેશ કરશે. આ પોર્ટલ વિવિધ સંસ્થાઓને કોરોના વાયરસને નાથવા માટેની વ્યૂહરચના શેર કરવાની પણ સગવડ આપશે જે covid -19 ની પરિસ્થિતિ અને ભવિષ્યની અન્ય કોઈપણ મુશ્કેલીના સમયમાં અસરકારક સાબિત થશે.
કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયલએએ આશા વ્યક્ત કરી કે આ પોર્ટલ વધુ સારી યોજના બનાવવા માટે ઇનપુટ્સ આપશે અને એચઆરડી મંત્રાલયને આગામી છ મહિના સુધી તેની પ્રવૃત્તિઓ પર અસરકારક રીતે દેખરેખ રાખવા માટે સક્ષમ બનાવશે.
