મુંબઈની તાજ હોટલના 6 કર્મચારીઓ કોરોના પોઝિટિવ
Live TV
-
તમામ છ કર્મચારીઓની બોમ્બે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે
કોરોના સંક્ર્મણને કારણે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. અહી લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવામાં આવ્યું છે. દરમિયાન, મુંબઈની હોટલ તાજ મહલ પેલેસના છ કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. તાજ હોટેલ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત વિવિધ હોસ્પિટલોના ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓને હોસ્ટ કરી રહી છે, જે કોરોનાવાયરસના કેસોની સારવાર કરી રહ્યા છે અને અન્ય ઇમરજન્સી સેવાઓ પણ આપી રહ્યા છે. દક્ષિણ મુંબઈમાં કંપનીના આઇકોનિક તાજમહલ પેલેસ અને ટાવર હોટેલમાં હાલમાં કોઈ મહેમાન નથી અને સંપત્તિની દેખરેખ સુનિશ્ચિત કરવા માટે ફક્ત ન્યૂનતમ કર્મચારીઓ હાજર છે. તમામ છ કર્મચારીઓની બોમ્બે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.
