કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ દિવ્યાંગ બાળકો માટે આંગણવાડી પ્રોટોકોલનો નેશનલ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો
Live TV
-
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે વિકલાંગતા ધરાવતા બાળકો માટે આંગણવાડી પ્રોટોકોલનો નેશનલ આઉટરીચ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ અંતર્ગત વિકલાંગ લોકોના સમાવેશી પોષણ માટેના સામાજિક મોડલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં પ્રારંભિક તબક્કે વિકલાંગતાના લક્ષણો માટે સ્ક્રીનીંગ, તેમને સામુદાયિક કાર્યક્રમો સાથે જોડવા અને ASHA અને ANM ટીમો દ્વારા સહાય પૂરી પાડવાનો પણ સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ્ય બાળકોમાં સર્વાંગી સુધારણા સુનિશ્ચિત કરવાનો છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે, આંગણવાડી કાર્યકર્તાઓ પ્રથમ વખત વિકલાંગતાની ઓળખ માટે બાળકોની તપાસમાં મદદ કરશે. તેમણે કહ્યું કે દર વર્ષે ઓછામાં ઓછા એક લાખ બાળકોને આ કાર્યક્રમનો લાભ મળશે.