Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડ: સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા

Live TV

X
  • બચાવકર્મીઓ અને શ્રમિકોના પરિવારજનોએ કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો.

    ઉત્તરાખંડમાં ઉત્તરકાશી જિલ્લાની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલ 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. બચાવકર્મીઓ અને શ્રમિકોના પરિવારજનોએ કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રયાસો માટે આભાર વ્યક્ત કર્યો છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શ્રમિકો સાથે વાત કરીને તેમને માળા પહેરાવી. તમામ શ્રમિકને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા છે.

    ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય મંત્રી જનરલ વી. કે. સિંહ હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકારે બચાવ અભિયાનમં તમામ મદદ કરી છે. શ્રમિકોના બચાવ અભિયાન દરમિયાન શ્રમિકોને સતત ટનલમાં ઓક્સિજન, ભોજન, પાણી, દવાઓ મોકલવામાં આવી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન એજન્સીઓએ યુદ્ધસ્તરે સમન્વયથી કામ કર્યું અને શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે.

    12 નવેમ્બરના રોજ સિલક્યારા ટનલમાં કાટમાળ પડવાથી શ્રમિકો ફસાઈ ગયા હતા, જેમાં વિભિન્ન રાજ્યોના કુલ 41 શ્રમિકો શામેલ હતા. છેલ્લા 17 દિવસથી અનેક ટીમ બચાવ અભિયાનમાં જોડાયેલ હતી. સૌથી પહેલા ઓગર મશીનથી સુરંગમાં પાઈપ નાખવામાં આવી રહી હતી, પરંતુ 12 મીટર બાકી બતું, ત્યારે મશીન બગડતા મશીન કામ કરી શક્યું નહોતું.

    નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશનના નિર્દેશનમાં જ અમેરિકન ઓગર મશીનનું સંચાલન ટ્રેંચલેસ એન્જિનિયરિંગ સર્વિસની 24 સભ્યોની ટીમ કામ કરી રહી હતી. આ ટીમ 20 નવેમ્બરના રોજ ઉત્તરકાશી પહોંચી હતી. શ્રમિકોને બચાવવા માટે NDRFના 80 જવાન અને SDRFના 50 જવાન તહેનાત કરવામાં આવ્યા હતા. સુરંગમાં 6 ઈંચ મોટો પાઈપ પહોંચાડ્યા પછી SDRFએ ઓડિયો કમ્યુનિકેશન કર્યું. વાયુસેનાના હરક્યૂલિસ વિમાને સિલક્યારાથી 32 કિમી દૂર ચિન્યાલીસૌડ હવાઈપટ્ટી પર 25 ટન ભારે ઓગર મશીન ઉતાર્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-01-2025 Max Temp : °C Min Temp : °C
apply