Skip to main content
Settings Settings for Dark

દેશભરમાં 30 નવેમ્બરે 37 સ્થળોએ રોજગાર મેળો યોજાશે, પ્રધાનમંત્રી 51,000થી વધુ નિમણુંક પત્રોનું વિતરણ કરશે

Live TV

X
  • પ્રધાનમંત્રી સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી થયેલા લોકોને નિમણુંક પત્રોનું વિતરણ કરશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે  સાંજે 4 વાગ્યે વિડીયો કોન્ફરન્સથી 51,000થી વધુ નિમણુંક પત્રોનું વિતરણ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે હોદ્દેદારોને પણ સંબોધન કરશે. દેશભરમાં 37 સ્થળોએ રોજગાર મેળો યોજાશે. આ ભરતીઓ કેન્દ્ર સરકારના વિભાગો તેમજ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહી છે. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી નવી ભરતીઓ વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સરકારમાં જોડાશે. જેમાં મહેસૂલ વિભાગ, ગૃહ મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, નાણાંકીય સેવાઓ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા શ્રમ અને રોજગાર મંત્રાલય સામેલ છે.

    રોજગાર મેળો રોજગાર નિર્માણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની કટિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક પગલું છે. રોજગાર મેળો રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડશે તેવી અપેક્ષા છે. નવા હોદ્દેદારો તેમના નવીન વિચારો અને ભૂમિકા સંબંધિત કુશળતાઓ સાથે અન્ય બાબતો ઉપરાંત દેશના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસને મજબૂત કરવાના કાર્યમાં યોગદાન આપશે. જેથી પ્રધાનમંત્રીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં મદદ મળશે. નવા સામેલ થયેલા હોદ્દેદારોને IGOT કર્મયોગી પોર્ટલના ઓનલાઇન મોડ્યુલ કર્મયોગી પ્રારંભ દ્વારા તાલીમ આપવાની તક પણ મળી રહી છે, જ્યાં 'ગમે ત્યાં કોઈ પણ ઉપકરણ' શીખવાના ફોર્મેટ માટે 800થી વધુ ઇ-લર્નિંગ અભ્યાસક્રમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-01-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-01-2025 Max Temp : °C Min Temp : °C
apply