Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી આજે BRO દ્વારા નિર્માણ કરાયેલા 43 પુલોનું લોકાર્પણ કરશે

Live TV

X
  • કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લદાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીરના સીમાવર્તી વિસ્તારોમાં નિર્મિત 43 પુલોને ગુરુવારે રાષ્ટ્રને સમર્પિત કરશે.

    કેન્દ્રિય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લદાખ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ અને જમ્મુ કાશ્મીરના સીમાવર્તી વિસ્તારોમાં નિર્મિત 43 પુલોને ગુરુવારે રાષ્ટ્રને સમર્પિત કરશે. આ 43 પુલોમાં લદાખના સાત પુલોનો સમાવેશ થાય છે. જે રણનીતિના ધોરણે ઘણા મહત્વપૂર્ણ છે. સીમા સંરક્ષણ સંગઠન બીઆરઓ દ્વારા નિર્મિત આ પુલોનું લોકાર્પણ એવા સમયમાં કરવામાં આવી રહ્યું છે કે જ્યારે પૂર્વી લદાખમાં ભારત અને ચીન વચ્ચે ગતિરોધ ચાલુ છે. આ 43 પુલોમાંથી 10 જમ્મુ કશ્મીરમાં, 2 હિમાચલ પ્રદેશમાં, આઠ આઠ ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં જ્યારે ચાર ચાર સિક્કિમ અને પંજાબમાં આવેલા છે. રાજનાથ સિંહ અરુણાચલ પ્રદેશમાં તવાંગ જતાં માર્ગ ઉપર નીચીપુ સુરંગનું પણ શિલાન્યાસ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply