કેન્દ્ર સરકારની કોરોના સંક્રમણને ખાળવા કડક અને અસરકારક પગલાઓ ભરવા રાજ્યોને સલાહ
Live TV
-
દેશમાં વધતા કોરોનાના વ્યાપ વચ્ચે ફરી એકવાર કેન્દ્ર સરકારનો પરામર્શ. કોરોના સામે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કડક અને અસરકારક પગલાઓ ભરવા માટે કેન્દ્ર સરકારે આપી સલાહ
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે, કોરોનાનાં નિયંત્રણ માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કડક કાર્યવાહી અને સ્થાનિક નિયંત્રણનાં ઉપાય કરવામાં આવે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, કોરોના મહામારીના સંક્રમણને ખાળવા, 14 દિવસ માટે સ્થાનિક નિયંત્રણ કરી શકાય છે. મંત્રાલયે કોરોના સંક્રમણને ફેલાવતુ અટકાવવા રાજ્યોને વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં કકડ નિયમો અને નિયંત્રણનાં ઉપાયો પર તાત્કાલિક ધોરણે વિચાર વિમર્શ કરવા જણાવ્યુ છે. મહામારીનાં પ્રભાવને ઓછો કરવા માટે વધુ અસરગ્રસ્ત જિલ્લાઓને તેમજ 10 ટકા કે તેથી વધુ કોરોના સંક્રમીત કેસો હોય અથવા બેડની સંખ્યા 60 ટકા હોય તેવા જિલ્લાઓમાં કડક કાર્યવાહી કરીને સંક્રમણ અટકાવવા વિચાર કરવા કેન્દ્ર સરકારે આદેશ આપ્યો.
