દેશની વાયુસેના, નૌ સેના અને રેલવે પહોંચાડી રહી છે દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજન
Live TV
-
દેશભરની હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડવામાં કામે લાગી વાયુસેના, નૌ સેના અને ભારતીય રેલવે આગામી કલાકોમાં 140 મેટ્રિક ટનથી પણ વધારે લિક્વીડ ઓક્સિજનને પહોંચાડશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ દેશમાં કોરોનાની સ્થિતિને કાબૂમાં લાવવા અને ઓક્સિજનની અછતને દૂર કરવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ થઈ રહ્યા છે.... દેશ અને વિદેશમાંથી ઓક્સિજનનો પૂરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે.... રેલવેની મદદથી દિલ્હીમાં પણ ઓક્સિજન એક્સપ્રેસથી ઓક્સિજન પહોંચાડવામાં આવી રહ્યો છે.... રાયગઢથી 16 ટન ઓક્સિજનના 4 ટેન્કર દિલ્હી મોકલવામાં આવ્યા છે..... તો ઝારખંડના બોકારોથી ઓક્સિજન લખનઉ પહોંચાડવામાં આવ્યો હતો.... રવિવારે ભારતીય વાયુ સેનાએ ગૃહ મંત્રાલયના સહયોગથી ઓક્સિજન સિલિન્ડરને ઉદયપુરથી જામનગર પહોંચાડ્યા હતા... દેશમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે PM કેર્સ ફંડમાંથી સમગ્ર દેશમાં 551 PSA ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે...... આ પ્લાન્ટ દેશના તમામ જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલમાં સ્થાપવામાં આવશે..... આ સાથે જ કેન્દ્ર સરકારે ઓક્સિજન અને ઓક્સિજન સંબંધિત માલ સામાનના પરીવહન માટે દેશના તમામ મુખ્ય બંદરો પર લેવામાં આવતા ટેક્સને માફ કર્યો છે..... PM કેર્સ ફંડની મદદથી મેડિકલ ઓક્સિજનની ક્ષમતાને વધારવા માટે દિલ્હીમાં 8 PSA ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવી રહ્યા છે.... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આ પ્લાન્ટ જિલ્લા ધોરણે ઓક્સિજન આપૂર્તિ માટે મોટી સહાય કરશે....... આ પ્લાન્ટની સ્થાપનાથી સરકારી હોસ્પિટલ્સમાં ઓક્સિજનની આપૂર્તિ સરળ થશે.... આ પહેલાં PM કેર્સ ફંડ હેઠળ દેશની હોસ્પિટલમાં 162 ઓક્સિજન પ્લાન્ટને સ્થાપિત કરવા 201.58 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે..... કેન્દ્રિય ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ કર્યો છે કે હાલનાં જથ્થા સહિત લિક્વીડ ઓક્સિજનનો ઉપયોગ માત્ર મેડિકલ જરૂરત માટે કરાશે.. તમામ ઓક્સિજન ઉત્પાદન કંપનીઓને પોતાની વધુમાં વધુ ક્ષમતા સાથે લિક્વીડ ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે અને તેને મેડિકલ જરૂરિયાત માટે સરકારને ઉપલબ્ધ કરાવવા આદેશ કરાયો છે..આપદા પ્રબંધક કાયદા હેઠળ રચાયેલી નેશનલ એક્ઝીક્યુટીવ કમિટિ દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નિર્દેશ આપવામાં આવ્યા છે..
