કેન્દ્ર સરકારે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની આખરી મુદતને વધારી
Live TV
-
કેન્દ્ર સરકારે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની આખરી મુદતને વધારી દીધી છે. સીબીડીટીએ અલગ અલગ કક્ષાના કરદાતા અને કંપનીઓ માટે રીટર્ન ભરવાની મુદતમાં વધારો કર્યો છે. વેતનદાર કરદાતા માટે રીટર્ન ફાઇલ કરવાની આખરી તારીખ 10 જાન્યુઆરી 2021 કરી દેવામાં આવી છે. આ પહેલાં તમામ કક્ષાના કરદાતા માટે રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર,2020 હતી. કંપની વેપારીઓ માટે રીટર્ન ફાઇલ કરવાની તારીખની મુદતમાં પણ વધારો થયો છે. જીએસટી એક્ટ હેઠળ નોંધાયેલા વેપારી માટે વાર્ષિક રીટર્ન ફાઇલ કરવાની તારીખની મુદત વધારીને 28 ફેબ્રુઆરી કરવામાં આવી છે. કંપનીઓ માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે. વિવાદથી વિશ્વાસ યોજનાની આખરી તારીખ પણ 31 જાન્યુઆરી , 2021 કરવામાં આવી છે.
