Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે એસસી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં કર્યા સુધારા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિએ કેન્દ્ર સરકાર પ્રાયોજિત યોજના ‘અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓ માટે મેટ્રિક પછી અભ્યાસ કરવાની શિષ્યવૃત્તિ’ (પીએમએસ-એસસી)માં મુખ્ય અને પરિવર્તનકારક ફેરફારો કરવાની મંજૂરી આપી હતી. જેથી આગામી 5 વર્ષમાં અનુસૂચિત જાતિઓના 4 કરોડથી વધારે વિદ્યાર્થીઓને આગળના ભણતરમાં ખુબજ લાભ થશે અને તેઓ તેમનું ઉચ્ચ શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે.

    કાલે મળેલી મંત્રીમંડળ બેઠકમાં મંત્રીમંડળે કુલ રૂ. 59,048 કરોડના રોકાણની મંજૂરી આપી છે, જેમાંથી કેન્દ્ર સરકાર રૂ. 35,534 કરોડ (60 ટકા)નો ખર્ચ કરશે અને બાકીની રકમનો ખર્ચ રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવશે. આ નિર્ણય હાલની પ્રતિબદ્ધ જવાબદારીની વ્યવસ્થાનું સ્થાન લેશે અને આ મહત્ત્વપૂર્ણ યોજનામાં કેન્દ્ર સરકારના ખર્ચનો ભાગ વધશે.

    આ શિષ્યવૃત્તિ યોજના અનુસૂચિત જાતિઓના એવા વિદ્યાર્થીઓ માટે છે, જે મેટ્રિક પછી અભ્યાસ કરવા માંગતા હોય પણ આર્થિક પરિસ્થિતિ સારી ન હોય. આ શિષ્યવૃત્તિની યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને મેટ્રિક પછીના કોઈ પણ અભ્યાસક્રમ પર હાથ ધરવા માટે શિષ્યવૃત્તિ આપે છે, જેમાં સરકાર શિક્ષણના ખર્ચનું વહન કરે છે. કેન્દ્ર સરકાર આ પ્રયાસને મોટું પ્રોત્સાહન અને વધુ વેગ આપવા પ્રતિબદ્ધ છે, જેથી અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓનો જીઇઆર (ઉચ્ચ શિક્ષણમાં કુલ નોંધણીનો રેશિયો) 5 વર્ષના સમયગાળામાં રાષ્ટ્રીય માપદંડને આંકી જાય.

    કાલે મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ યોજના અંતર્ગત કરવામાં આવેલા મુખ્ય સુધારાવધારા:

    -યોજનામાં મુખ્યત્વે અતિ ગરીબ વિદ્યાર્થીઓને જ ભરતી કરવા, શિષ્યવૃત્તિની સમયસર ચુકવણી કરવી, વિસ્તૃત જવાબદારી, સતત નિરીક્ષણ અને સંપૂર્ણ પારદર્શકતા લાવવા જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
    -અતિ ગરીબ કુટુંબોમાંથી ધોરણ 10 પાસ થયેલા વિદ્યાર્થીઓને તેમની પસંદગીની શાખામાં ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે પ્રોત્સાહન આપવા એક અભિયાન શરૂ કરવામાં આવશે. એક અંદાજ મુજબ, આ પ્રકારના 1.36 અતિ ગરીબ વિદ્યાર્થીઓને આગામી 5 વર્ષમાં ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થામાં લાવવામાં આવશે, જેઓ હાલ ધોરણ 10 પછી વધારે અભ્યાસ કરી શકતા નથી.
    -આ યોજના મજબૂત સાયબર સુરક્ષાના પગલાં સાથે ઓનલાઇન પ્લેટફોર્મ પર ચાલશે, જે પારદર્શકતા, જવાબદારી, કાર્યદક્ષતા અને કોઈ પણ પ્રકારના વિલંબ વિના સમયસર સહાય આપવાની સુનિશ્ચિતતા કરશે.
    -રાજ્યો ઓનલાઇન પોર્ટલ પર લાયકાત, જાતિનો દરજ્જો, આધાર ઓળખ અને બેંક ખાતાની વિગતોનું ફૂલ-પ્રૂફ વેરિફિકેશન કરશે.
    -વર્ષ 2021-22થી શરૂ થનારી આ યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો (60 ટકા) નિયમિત સમયે ડીબીટી પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓના બેંક ખાતાઓમાં સીધો હસ્તાંતરિત કરવામાં આવશે. આ માટે અગાઉથી સંબંધિત રાજ્ય સરકારો તેમનો હિસ્સો આપે એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
    -સામાજિક ચકાસણી, વર્ષ ત્રીજા પક્ષ દ્વારા આકારણી અને દરેક સંસ્થા પાસેથી અર્ધવાર્ષિક સેલ્ફ-ઓડિટેડ રિપોર્ટ દ્વારા નિરીક્ષણની વ્યવસ્થાને વધારે મજબૂત કરવામાં આવશે.

    વર્ષ 2017-18થી વર્ષ 2019-20 દરમિયાન કેન્દ્ર સરકારનો આ યોજના અંતર્ગત વાર્ષિક આશરે રૂ. 1100 કરોડનો ભાગ હતો. જયારે હવે, વર્ષ 2020-21થી વર્ષ 2025-26 દરમિયાન આ ભાગ વધીને પાંચ ગણો થશે, જે વર્ષે આશરે રૂ. 6000 કરોડ જેટલો હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply