Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે ખેડૂતો પાસેથી ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 290 લાખ મેટ્રિક ટન ડાંગરની ખરીદી કરી

Live TV

X
  • કેન્દ્ર સરકારે ગુજરાત સહિતના રાજ્યોના ખેડૂતો પાસેથી ખરીફ સિઝનમાં અત્યાર સુધીમાં 290 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરી છે. કેન્દ્ર સરકારે ખરીફ માર્કેટિંગ સિઝનમાં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરી છે. ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે, ચંદીગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલપ્રદેશ, જમ્મુ અને કાશ્મીરમાં 30મી નવેમ્બર સુધી 290 લાખ મેટ્રિક ટનથી વધુ ડાંગરની ખરીદી કરવામાં આવી છે.

    પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, તેલંગાણા, રાજસ્થાન,કેરળ, તમિલનાડુ, બિહાર, ઓડિશા, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં અત્યારસુધીમાં 18 લાખથી વધુ ખેડૂતોને 57 હજાર 32 કરોડ રૂપિયાથી વધુના MSP મૂલ્યનો લાભ મળ્યો છે.

    મંત્રાલયે જણાવ્યું કે, ચાલુ ખરીફ માર્કેટિંગ સિઝનમાં સૌથી વધુ ખરીદી પંજાબમાંથી કરવામાં આવી છે, ત્યારબાદ હરિયાણા અને ઉત્તર પ્રદેશ છે. 2020-21માં, ઓછામાં ઓછા 1 કરોડ 31 લાખ 13 હજાર 417ખેડૂતોને 1 લાખ 68 હજાર 823 કરોડ રૂપિયાથી વધુના મૂલ્ય અને 8 કરોડ 94 લાખ 19 હજાર મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
apply