Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈન્ફીનિટી ફોરમનું ઉદ્દઘાટન કર્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે 10 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નાણાકીય ટેકનોલોજી ઉપર વિચાર નેતૃત્વ મંચ – ઈન્ફીનિટી ફોરમનું ઉદ્દઘાટન કર્યું હતું. આ ફોરમનું આયોજન આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર પ્રાધિકરણ ગુજરાત આંતરરાષ્ટ્રીય નાણાકીય ટેકનોલોજી સિટી અને બ્લૂમબર્ગના સહકારથી થયું છે. ભારત સરકાર દ્વારા સ્પોન્સર થઈ રહેલા આ આયોજનની પ્રથમ કડીમાં ઈન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા અને બ્રિટન ભાગીદાર દેશ છે.

    ઈન્ફનિટી ફોરમ નીતિ વ્યવસાય અને ટેકનોલોજી ક્ષેત્રમાં વિશ્વના અગ્રણી વિચારકોને એક મંચ પર લાવવાનો અવસર પૂરો પાડશે. ફોરમ આ અંગે વિચાર કરશે કે નાણાકીય ટેકનોલોજી ઉદ્યોગ સમાવેશી વિકાસ અને વ્યાપક માનવ સેવા માટે ટેકનોલોજી અને નવાચારનો લાભ કેવી રીતે ઉઠાવી શકે છે. ફોરમના એજન્ડામાં સરહદોની પાર થીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેમાં ભૌગોલિક સરહદોની પાર વ્યાપાર અને નાણાકીય ઉદ્યોગથી સંબંધિત વિષયો પર વિચાર – વિમર્શ કરવામાં આવશે. અવકાશ ટેકનોલોજી હરિયાળી ટેકનોલોજી અને કૃષિ ટેકનોલોજી જેવા આગળ આવતા ક્ષેત્રો પણ વિચાર – વિમર્શમાં સામેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
apply