Skip to main content
Settings Settings for Dark

બંગાળની દક્ષિણ પૂર્વી ખાડી પર સર્જાયેલું પ્રેશર આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાનમાં બદલાવાની સંભાવના

Live TV

X
  • હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા અપડેટ અનુસાર બંગાળની દક્ષિણ પૂર્વી ખાડી પર સર્જાયેલું પ્રેશર વધીને હવે 32 કિલોમીટર કલાકની ઝડપ સાથે ઉત્તર પશ્રિમ તરફ આગળ વધ્યું છે. તે આગામી 12 કલાકમાં ચક્રવાતી તોફાનમાં બદલાઇ શકે છે. આ ચક્રવાતને જવાદ નામ આપવામાં આવ્યું છે. તે આવતી કાલે સવાર સુધીમાં ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દક્ષિણ મેદાની વિસ્તારથી આગળ વધી પશ્રિમ મધ્ય બંગાળની ખાડી સુધી પહોચવાની સંભાવના છે. ત્યાર બાદ તે ઉત્તર ઉત્તર-પૂર્વ તરફ ફંટાવા અને ઉત્તર મેદાની આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના મેદાની વિસ્તારમાં પહોચવાની સંભાવના છે. આ વિસ્તારોમા આગામી 24 કલાક દરમિયાન 80 થી 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપથી પવન ફુકાવાની સંભાવના છે. ચક્રવાત જવાદનો સામનો કરવા માટે ઓરિસ્સા પુરી રીતે સજ્જ છે. જેમા ઓરિસ્સાના 13 થી 14 જિલ્લા પ્રભાવીત થવાની શંકા સેવવામાં આવી છે. ગંજન અને ગજપતિ જેવા જિલ્લામાં આજે અને આવતી કાલે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સ્થિતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. NDRFની 12 ટીમો, ODRAFની 7 ટીમો અને ફાયર બ્રિગેડના 172 એકમોને જિલ્લામાં તૈનાત કરવામાં આવી રહ્યાં છે. આ સ્થિતિમાં 100 જેટલા શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યાં છે. આ ચક્રવાતના પગલે આંધ્રપ્રદેશમાં પણ હાઇ એલર્ટના પગલાઓ લેવામાં આવી રહ્યાં છે. તેમજ સ્થિતિને લઇને આજે એક સમિક્ષા બેઠક યોજાઇ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
apply