Skip to main content
Settings Settings for Dark

દેશનું કોવિડ-19 રસીકરણ કવરેજ 125.75 કરોડને પાર

Live TV

X
  • છેલ્લા 24 કલાકમાં 73,67,230 રસી ડોઝના વહીવટ સાથે ભારતનું કોવિડ-19 રસીકરણ કવરેજ 125.75 કરોડ (1,25,75,05,514) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના ડેટા મુજબ આ 1,30,65,773 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,40,45,666 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 8,612 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.35% થયો છે. 

    છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 9,216 નવા કેસ નોંધાયા છે. 159 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે. સક્રિય કેસનું ભારણ 547 દિવસ બાદ એક લાખથી ઓછું છે, હાલમાં 99,976 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.29% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. 

    સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,57,156 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 64.46 કરોડથી વધારે (64,46,68,082) પરીક્ષણો કરવામાં આવ્યા છે. એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.84% છે જે છેલ્લા 19 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.80% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 60 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 95 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2024 Max Temp : °C Min Temp : °C
apply