કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયનાં દરેક નાગરિકને કોવિડ રસીકરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો
Live TV
-
કેન્દ્ર સરકારે આવતીકાલે પહેલી એપ્રિલથી 45 વર્ષથી વધુ વયનાં દરેક નાગરિકને કોવિડ રસીકરણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે લોકોને તાત્કાલિક નોંધણી કરાવી રસીકરણ કરાવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે રસીકરણ એ કોવીડથી બચવાનો ઉપાય છે. તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું કે રસીનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે અને તેમાં કોઈ અછત નથી. દરમિયાન મુખ્યમંત્રી વિજય રુપાણીએ 45 વર્ષથી વધુ ઉંમરનાં નાગરિકોને રસી આપવાની જાહેરાત કરીને નાગરિકો આ બાબતને ગંભીરતાપૂર્વક લઈને રસી લે તેની પર ભાર મુક્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અત્યારસુધીમાં 55 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.
