Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે સિવિલ સેવા ક્ષમતા વિકાસ માટે શરૂ કર્યુ મિશન કર્મયોગી

Live TV

X
  • સરકારમાં માનવ સંસાધન સંચાલનમાં ધરમૂળથી સુધારો લાવવા માટે છે કર્મયોગી મિશન - PM

    કેન્દ્રની કેબિનેટની બેઠકમાં ગઈકાલે મહત્ત્વના કેટલાક નિર્ણયો લેવાયા હતા. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે ગયા સપ્તાહે સરકારમાં ભરતી માટે અનેક પરીક્ષાઓના બદલે એક પરીક્ષા- રાષ્ટ્રીય ભરતી પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો હતો. આ વખતે ભરતી પછીનો મહત્ત્વનો નિર્ણય કરાયો છે. સરકારી કર્મચારીઓ લોકોની અપેક્ષા પર ખરા ઉતરે તે માટે કર્મયોગી યોજના અમલમાં લાવવામાં આવશે. ભારતમાં માનવ સંસાધન ક્ષેત્રે21મી સદીનો આ સૌથી મોટો સુધારો છે. કર્મચારીની કાર્યક્ષમતા અને, અસરકારકતા વધે તે માટે આ યોજનાનો અમલ કરાશે./ બીજા નિર્ણયો વિશે જણાવતા તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર માટે રાજભાષા ખરડો 2020 લાવવામાં આવશે, જેમાં ઉર્દૂ, કાશ્મીરી, ડોંગરી, હિન્દી, અંગ્રેજી સત્તાવાર ભાષા રહેશે. લોકોની માગણી પર આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત ત્રણ એમઓયૂને પણ માન્યતા અપાઈ છે જેમાં કાપડ મંત્રાલયાના જાપાન સાથે ગુણવત્તા મૂલ્યાંકન માટે, ખાણકામ મંત્રાલયનાં ફિનલેન્ડ સાથે અને નવીન ઊર્જા મંત્રાલયના ડેનમાર્ક સાથેના એમઓયૂનો સમાવેશ થાય છે..

    પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મિશન કર્મયોગી - સિવિલ સર્વિસીસ કેપેસિટી બિલ્ડિંગ માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ, સરકારમાં માનવ સંસાધન સંચાલન પ્રણાલીમાં ધરમૂળથી સુધારો કરશે. તે સિવિલ સર્વન્ટ્સની ક્ષમતા વધારવા માટે પ્રમાણો અને આધુનિક માળખાનો ઉપયોગ કરશે.

    તેમણે કહ્યું કે, iGOT પ્લેટફોર્મ ભૂમિકા આધારિત એચઆર મેનેજમેન્ટ અને અવિરત શિક્ષણમાં સંક્રાંતિ શક્ય બનવાશે. મિશન કર્મયોગીનો હેતુ સિવિલ સર્વન્ટ્સને પારદર્શિતા અને તકનીકી દ્વારા વધુ સર્જનાત્મક, રચનાત્મક અને નવીન બનાવીને ભવિષ્ય માટે તૈયાર કરવાનો છે.”

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply