Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જૂન મહિનામાં રસીકરણ અભ્યાન ઝડપી બનાવવા ઉપર ભાર | DD News Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જૂન મહિનામાં રસીકરણ અભ્યાન ઝડપી બનાવવા ઉપર ભાર

Live TV

X
  • કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિક પ્રદેશોમાં 23 કરોડથી વધારે રસી પહોંચાડી છે.

    દેશમાં કોરોના ની બીજી લહેર ચાલી રહી છે અને સાથે રસીકરણ સફળતા પૂર્વક પણ ચાલી રહ્યું છે. ઘણા સમયથી દેશ કોરોના સાથે મુકરમાયકોસીસના ભરડામાં આવી ગયું છે અને આથી જેમ બને તેમ રસીકરણ વધારે થાય તે માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે 
    કોરોનાની લહેર ઓછી થાય અને ત્રીજી લહેરમાં વધારે લોકો સપડાય નહિ તે માટે પગલાં રૂપે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જૂન મહિનામાં રસીકરણ અભ્યાન ઝડપી બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભ્યાનના ત્રીજા ચરણમાં અત્યાર સુધી 21 કરોડ 31 લાખથી વધારે લોકોને વેક્સીન આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિક પ્રદેશોમાં 23 કરોડથી વધારે રસી પહોંચાડી છે. રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પાસે હાલમાં એક કરોડ 75 લાખ રસી ઉપલબ્ધ છે. કોરોનાના આંકડાની વાત કરીએ તો છેલ્લાં 24 કલાકમાં એક લાખ 52 હજાર નવા કેસ સામે આવ્યાં છે. જે 50 દિવસોમાં આવેલાં નવા કેસ કરતાં ઘણાં ઓછા છે. સક્રિય કેસની સંખ્યાં ઘટીને 88 હજાર 416 થઇ ગઇ છે. છેલ્લાં  24 કલાકમાં 2 લાખ 38 હજાર 22 લોકો કોરોનાને માત આપી ચૂક્યાં છે. રિકવરી રેટ 91.60 ટકા થઇ ગયો છે. જ્યારે પોઝિટિવ રેટ ઘટીને 7.22 ટકા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply