કેન્દ્ર દ્વારા 30 હજારથી વધુ એમ્ફોટેરિસિન-બી રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશોને ઉપલબ્ધ કરાવાઈ
Live TV
-
કોરોના બાદ હાલ મ્યુકોરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે અને આની સર્જરી બાદ જે ઈન્જેકશન વાપરવામાં આવે છે તે ઇન્જેકશનની રાજ્યોમાં અછત વર્તાઈ રહી છે. આ રોગ માટે એમ્ફોટેરીસીન-બી ઈન્જેકશન આપવામાં આવે છે એક દર્દીને 70 થી 110 ઈન્જેકશન આપવા પડતા હોય છે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટને મ્યુકોરમાઇકોસીસ રોગની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી એમ્ફોટેરીસીન-બી રસીઓની 30 હજારથી વધુ વધારાની શીશીઓ કેન્દ્ર દ્વારા આજે પૂરી પાડવામાં આવી છે. મહારાષ્ટ્રને 5 હજાર 900 શીશીઓ, ગુજરાતને 5 હજાર 630, રાજસ્થાનને 3 હજાર 670 અને કર્ણાટકને 1 હજાર 930 શીશીઓ ફાળવવામાં આવી છે.
